નવસારી: નવસારીના પ્રજાપતિ આશ્રમ નજીક ગટરની લાઇન નાંખતા પાણીની લાઇન તૂટતા પાણી રોડ પર વહેતું થયું હતું. નવસારીમાં પ્રજાપતિ આશ્રમ નજીક દરગાહ રોડ પર ગટર નાંખવાનું કામ ચાલે છે. મળતી માહિતી મુજબ આ કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર લાઇન તૂટતા સોમવારે સવારે પાણી માર્ગ પર રેલાતું નજરે પડયું હતું. ઘણું પાણી ગટરમાં વહી ગયું હતું.બીજી તરફ દિવસે તૂટેલ લાઇન મરામતની કામગીરી મનપાએ શરૂ કરી હતી. મુખ્ય લાઇન નહી હોય અને લીકેજ મોટું નહીં હોય પાણી વિતરણમાં સમસ્યા ઉભી નહી થયાનું જાણવા મળ્યું છે.

દરગાહ રોડથી પ્રજાપતિ આશ્રમ સુધી વરસાદી ગટર નાંખવાનું કામ ચાલી રહ્યું છે. આ કાર્યમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે છતાં પાલિકા તંત્ર યોગ્ય કામગીરી નથી કરી રહી.