ડાંગ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી 16 IAS અધિકારીઓની ફેરબદલીમાં શાલિની દુહાનની ડાંગ જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ ગાંધીનગરમાં અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.
શાલિની દુહાને ડાંગ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. આ પ્રસંગે જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને મહેસૂલી અધિકારીઓએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના અધિકારીઓ પાસેથી પ્રદેશની વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર જિલ્લાના વિકાસ અને સુશાસન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હરિયાણાના પાનિયતના વતની શાલિની દુહાન 2016ની બેચના IAS અધિકારી છે. તેમણે અગાઉ વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સફળતાપૂર્વક સેવાઓ આપી છે.

