નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી હાઇવા ટ્રકો ભરી લાવી દુર્ગંધયુક્ત કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે. આ અંગે સ્થાનિકોએ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદ ના આધારે કચરો નખાવનાર ઈસમ વિરૂદધ્ધ જરૂરી કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી અને તે સમયે નાખેલો ગંદકી યુક્ત કચરો ત્યાંથી દુર કરવાનો આદેશ પણ અપાયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર દુર્ગંધયુક્ત કચરો ત્યાંથી ઉપાડયો ના હોય એવું ગામવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ જરૂરી જણાય રહી છે એકાદ વર્ષ પહેલાં સંબંધિત અધિકારીઓ દ્વારા અપાયેલ આદેશનું ઉલ્લંઘન થયું હોય એવું જણાય રહ્યું છે એકાદ વર્ષ વિતી જવા પછી ફરીવાર દુર્ગંધયુક્ત કચરો નાખી રહ્યા હોય અને આ ગંદકીયુક્ત કચરાને સળગાવી નાખતા હોય એ જણાય રહ્યું છે.
દુર્ગંધયુક્ત કચરો સળગાવી નાખવામાં આવતા વાતાવરણમાં પ્રદુષણ ફેલાય રહ્યું છે એક તરફ પર્યાવરણ બચાવ, પ્રદુષણ નિયંત્રણ લાવવા જાગૃતિ અભિયાન મોટા ઉપાડે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ જલાલપોર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી લાવી ઠલવાતોવદુર્ગંધયુક્ત કચરાના ઢગના ખડકલો જોવા મળે છે. રહેણાંક વિસ્તારની નજીક આ કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે.

