નવસારી: નવસારી તાલુકાના શાહુગામે આવેલ રોડની બાજુમાં આંબાના ઝાડ નીચે સૂતેલા યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે કચડી નાખતા યુવાનનું મોત થયું હતું. નવસારી તાલુકાના ઉગત ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા સંજય સિંઘ રામચંદ્ર સિંઘએ ફરિયાદ આપી હતી
Decision News ને મળેલી માહિતી અનુસાર તા.19 એપ્રિલના રોજ બપોરે શાહુગામની સીમમાં આવેલ પરભુભાઇ પટેલ નાઓની આબાની વાડી પાસે આવેલ મુંબઈથી દિલ્લીના નવા એકસ્પ્રેસ હાઇવેની બાજુમાં, કાચા રસ્તાની બાજુમાં આવેલ આબાના ઝાડ નીચે અભિનાસ કુમાર મનેજરસીંગ સહાની આરામ કરતા હતા. તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ઝાડ નીચે સૂતેલા અભિનાશ કુમાર ઉપરથી વાહનનું ટાયર ચઢાવી દેતા સ્થળ પર મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા અજાણ્યા વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. વધુ તપાસ ગ્રામ્ય પીએસઆઇ કે. એમ પાટીલ કરી રહ્યા છે. ઝાડ નીચે સૂતેલા યુવાન મૂળ બિહારનો હતો તેનુ પીએમ કરાવી તેમની લાશને તેમના વતન રવાના કર્યા હોવાની પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે.











