બીલીમોરા: બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં બીલીમોરા નગર પાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ હાલ પ્રગતિમાં છે. આ યોજના અંતર્ગત રૂ. 33,49,52,852નાં ખર્ચે 7 માળના કુલ 13 ટાવર બનાવવામાં આવી રહ્યાં છે અને કામ પુરજોશમાં પ્રગતિમાં થઈ રહ્યું છે. 13 બિલ્ડીંગમાં કુલ 364 આવાસો બની રહ્યાં છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકો માટે જેઓ આ આવાસ યોજના ધારાધોરણમાં આવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના કુટુંબો માટે બનનાર આ આવાસ 61860 ચો. ફૂટમાં બનાવવામાં આવશે કુલ 364 આવાસો પૈકીમાં 1 બેડરૂમ, 1 હોલરૂમ અને કિચન અને વોશ એરિયા વાળા ફ્લેટ નિર્માણ પામશે. કામ પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ગોહરબાગ વિસ્તારમાં આ આવાસો નિર્માણ પામી રહ્યાં છે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીલીમોરા નગરપાલિકા દ્વારા ઇડબ્લ્યુએસના ટાઈપ સ્કીમના આવાસો ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. પાલીકા દ્વારા યોજનાના ફોર્મ ભરવા માટે ફરીવાર જાહેરાત બહાર પડાઈ છે. જેમાં આ યોજનાના ધારાધોરણમાં આવતા બીલીમોરાના નાગરિકો તા.06/05/2025 સુધી ફોર્મ જમા કરી શકશે. પાલિકા ઇજનેર સંકેત પટેલ જણાવે છે કે યોજના લોકભાગીદારીથી બની રહે છે. જેમાં હાલ પ્રથમ સ્લેબનું કામ પ્રગતિમાં છે. કામ પુરુ થતા થોડો સમય લાગી શકે એમ છે.

સરકારની આવાસ યોજના અંતર્ગત નિયમો અને ધારાધોરણ અનુસાર ખુબજ ઓછા રૂપિયામાં પોતાનું ઘર મેળવી શકે છે. જે માટે હાલ પાલીકા દ્વારા ફરીવાર આગામી તા.06/05/25 સુધી આ યોજના મેળવવા ફોર્મ ભરવા જાહેરાત આપવામાં આવી છે. જેથી બાકી રહી ગયેલા બીલીમોરાના નાગરિકો ફોર્મ ભરી શકે છે.