નવસારી: નવસારીના ગણદેવી રોડ પર ચોમાસામાં વરસાદી પાણીના ભરાવની સમસ્યા ઉકેલવા 2 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ નાંખવાની શરૂઆત મનપાએ કરી છે. નવસારીના ગણદેવી રોડ પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા છેલ્લા કેટલા સમયથી વિકટ બની છે. જેમાં બે વર્ષ અગાઉ તો ઘણી સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા ભારે ઉહાપોહ મચ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર જેને લઇ સ્થાનિકોએ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ સમસ્યા હલ કરવા મનપાએ ‘સ્ટ્રોમ ડ્રેનેજ’ નાંખવાની યોજના બનાવી છે. જેની કામગીરી શરૂ થઇ રહ્યાનું સ્થળ પર દેખાય છે.અંદાજે 2.12 કરોડના ખર્ચે 975 મીટર લંબાઇની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તીઘરા નાકાથી કૌશલ્યા પાર્ક સુધી નખાશે.

જોકે લાઇન કૌશલ્યા પાર્કથી આગળ ઈંટાળવા સુધી કેમ નહીં નખાશે તે પણ ચર્ચાસ્પદ બન્યું છે. વરસાદી કાંસનો મુદ્દો પણ કોર્ટમાં ગણદેવી રોડ પર જે વરસાદી કાંસ છે તે છેલ્લા કેટલાક વર્ષો પુરાણ થઇ ખુબ નાની થઇ, જેને લઇ પણ સમસ્યા વકરી હોવાનું કહેવાય છે. આ મુદ્દો તો કોર્ટમાં પણ ગયાનું જાણવા મળે છે.