વલસાડ: વલસાડ તાલુકા પંચાયતના ટીડીઓએ તમામ સરપંચો અને તલાટીને અગાઉ કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ -1993 અનુસુચિ-1ની જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતોમા નિહિત થયેલ સત્તા – ફરજો અધારે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા તળાવો ઉંડા કરવા -માટી ખોદકામ કરવા ગ્રામ પંચાયત તરફથી ઠરાવ કરાઇ છે.તેમ છતાં ઘણી ગ્રામ પંચાયતોમાં તળાવમાંથી માટી ખોદકામ અંગે વ્યકતિગત -એજન્સીના નામ જોગ ઠરાવ થયેલ હોવાનું અને જે તે એજન્સી દ્વારા હાલે તળાવનું પાણી કાઢી,તળાવ ખાલી કરવા અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાતી હોવાનું કચેરીને ધ્યાને આવ્યુ હતુ.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ તમામ સરકારી મિલકતોની જાળવણી અંગેની તમામ ફરજો ગ્રામ પંચાયતમાં નિહિત થયેલી છે. ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી માર્ટી ખોદકામ કરવા, તળાવ ઉંડા કરવા બાબતે જો વ્યકતિગત -એજન્સીના નામજોગ અગાઉ કોઇ ઠરાવ કરવામાં આવેલો હોય કે તે ઠરાવની અમલ બજવાણી હાલે ચાલુ હોય તો એવા ઠરાવો ની જોગવાઇ વિરૂધ્ધના હોવાનું જણાય છે. જે ઘણી ગંભીર બાબત છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા અગાઉ બિનઅધિકૃત રીતે નામજોગ થયેલ તમામ ઠરાવી અંગે ગુજરાત પંચાયત અધિનિયમ – 1993ની કલમ -97 મુજબ મળેલ સત્તાની રૂએ નિયમોનુંસારની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે.
જો ભવિષ્યમાં આવા કોઇપણ ઠરાવની અમલ બજવણી થકી ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાનું સામે આવશે તો તે અંગેની સઘળી જવાબદારી જે તે ગ્રામ પંચાયતની રહેશે.ટીડીઓના પરિપત્ર બાદ પણ વલસાડ તાલુકામાં ગેરકાયદે તળાવોમાં ખોદકામ થઇ રહ્યું છે.સ્થાનિકોનો વિરોધ છતાં પણ આ પ્રવૃતિ ચાલી રહી છે.

