અંકલેશ્વર: અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર નોટીફાઈડ એરિયા ઓથોરિટીએ રોડની કામગીરી શરૂ કરી હતી. પરંતુ અડધો રોડ બન્યા બાદ કામગીરી અટકી ગઈ હતી. આના કારણે એક તરફનો રોડ બન્યો હતો અને બીજી તરફનો બાકી હતો. આથી ટ્રાફિક સમસ્યા અને ધૂળની સમસ્યા સર્જાઈ હતી.સ્થાનિક સ્ટે લેનાર વ્યક્તિ સાથે નોટીફાઈડ વિભાગે વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે. હવે સ્ટે દૂર થતાં અધિક કલેકટરે 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર GIDC જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈને દેસાઈ પેટ્રોલ પંપથી સલ્ફ્યુરિક ચોકડી તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. GIDC વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર-વાલિયા રોડ થઈને વાલિયા ચોકડી તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. સુરતથી અંકલેશ્વર GIDC જવા માટે અંકલેશ્વર-વાલિયા ચોકડીથી GIDC તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.