ધરમપુર: ભંગાર સ્થિતિમાં જોવા મળતો વાંસદના ખાનપુર અને ધરમપુરની આંબાની નદી કિનારે લગાવવામાં આવેલ વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશનની હદ શરૂ થયાનો બોર્ડ જાણે ધરમપુર પોલીસને પૂછી રહ્યો હોય.. તુમ કબ આવોગે..

લોકો જણાવે છે કે ધરમપુર પોલીસ પોતાના વિકાસમાં વ્યસ્ત છે ત્યારે વાંસદના ખાનપુર અને ધરમપુરની આંબાની નદી કિનારે લગાવવામાં આવેલ વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશનની હદ શરૂ થયાનો બોર્ડ જેવા લોકો માટે સૂચનાના પ્રતિક સમાન કેટલાય બોર્ડ કથળેલી હાલતમાં ભંગાર થઈ ગયા છે. પણ પોલીસના અધિકારીઓને એને બદલવાનો સમય જ ક્યાં છે.

Decision News એ ઊભા રહી આ બોર્ડ મુદ્દે વાહન ચાલકો વાત કરી તો તેમનું કહેવું હતું કે.. રસ્તા પરથી મજૂરી માટે ગયેલા બાઇક સવારોને ઊભા રાખી ઉઘરાણી કરવામાં વ્યસ્ત પોલીસવાલાઓને આવા બોર્ડ ન દેખાય એ સ્વાભાવિક છે. આ બોર્ડની બાજુમાં જ ચૂંટણી હોય કે કોઈ નેતા આવવાનો હોય ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચાલકોને ચેકિંગના બહાને હેરાન કરવાનો સમય મળે છે પણ આ બોર્ડ તરફ જોવાનો સમય નહીં મળતો હોય લાગે ! પોલીસના વડા અધિકારીઓએ નામ માત્રના છે નેતાઑ આવવાના હોય ત્યારે દેખાય છે બાકી.. મિસ્ટર ઈન્ડિયા