ડાંગ: આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો સાથે ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણાએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને બાદમાં તેમણે ગાંધીનગર ગુજરાત તકેદારી આયોગને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય પારદર્શક તપાસ કરવા માંગ કરી છે.

આહવા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાપંચ અંતર્ગત 2020-2021 ગ્રામ પંચાયત વાઈઝ આયોજન (ખરીદીના કામોમાં) આહવાની અમુક ગ્રા.પં.માં પાણીની મોટર ખરીદીની GEM પ્રોટોલ પર ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં 13 પાણીની મોટર ખરીદીનું કામ થયું છે, જે અંગેની માહિતી ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણાએ RTI દ્વારા માગી હતી. જેમાં સ્પેશિફિકેશન મુજબ એક (મોટરની (ફાલકન) કંપનીની ખરીદી રૂ. 95500 છે અને મનીષ મારકણાએ ઘણી દુકાનમાં આ સ્પેશિફિકેશન મુજબની પાણીની મોટર બાબતે તપાસ કરતા રૂ. 14થી 22 હજાર સુધીમાં સારામાં સારી મળતી હોવાથી તા.પં. દ્વારા પાણીની મોટરની ખરીદીમાં ગેરરીતિ કરી છે.

આહવા ટીડીઓએ બીલ વગેરેના કાગળિયા જોયા વગર બીલ પણ પાસ કરી દેવાયું હતું. આવી ગેરરીતિ એક પાણીની મોટર ખરીદીમાં કરી હોય તો આહવા તા.પં.માં જો નિષ્પક્ષ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે એમ છે. એક મોટર ખરીદીનો બજાર ભાવ 18000 હોય 13 મોટરના ३. 2,34,000 થાય તો આહવા તા.પં.ના ટેન્ડર પ્રમાણે 95500 પ્રમાણે રૂ. 12,41,500 થાય જેથી 10,07,500નો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે.