વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા હાલ મહત્વના બે માર્ગો વાપી સ્ટેશનથી સરકીટ હાઉસ તથા ટાઉનમાં હનુમાન મંદિરથી કચીગામ રોડ મહારાણા સર્કલ સુધીના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એક તરફ શહેરમાં બ્રિજની કામગીરીના કારણે ટ્રાફિક જામનો વાહન ચાલકો સામના કરી રહ્યાં છે.બીજી તરફ વાપી મહાનગરપાલિકાએ એકી સાથે બે માર્ગો પર ડાયવર્ઝનથી વાહન ચાલકોએ વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Decision News ને મળેલી માહિતી અનુસાર સ્થાનિકોના જણાવ્યાં મુજબ મહાનગરપાલિકાએ આ પહેલા ટાઉનમાં હનુમાન મંદિરથી કચીગામ રોડ મહારાણા સર્કલ સુધીનો માર્ગ RCC બનાવવા 30 દિવસની મહેતલ આપી હતી. જે સમય મર્યાદામાં આ માર્ગની કામગીરી પૂર્ણ થાય તેવા કોઈ સંકેત જોવા મળતા નથી.પૂર્વ ભાગમાં ગાંધી સર્કલથી જુના ગરનાળા સુધીની કામગીરી માટે આ માર્ગ પર પણ 30 દિવસ સુધી વાહનચાલકોને એક તરફ જવા માટે પ્રતિબંધ ફરમાવી ડાયવર્ઝન અપાયું છે.

આ સ્ટેશન માર્ગ સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે. જેની કામગીરી દરમ્યાન જે ડાયવર્ઝન અપાયા છે. તે ખૂબ જ સાંકળો માર્ગ છે.ખાડાઓની મરામત કરી કાચા માર્ગ પર ડામર પાથરવો જરૂરી છે.આમ વાપી મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ માર્ગોના ડાયવર્ઝન દરમિયાન ટ્રાફિક જામ ન થાય તેવું આયોજન કરે તેવી લોકોમાં ઉઠી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here