સુરત: કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં ગરકાવ થતાં ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢયા હતા. સુરતના કુલ 5 લોકો ફરવા આવ્યા હતા. જે પૈકી ત્રણ લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુ:ખદ ઘટના સામે આવી છે. ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. સુરત શહેરથી કુલ પાંચ લોકો ફરવા માટે આવ્યા હતા. તેમાંથી એક મહિલા અને બે પુરુષ નદીમાં ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલાનો મૃતદેહ રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.કામરેજ પોલીસ મથકના પીઆઈ એ.ડી ચાવડાએ જણાવ્યું હતું કે, તાપી નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. મૃતકો કોણ છે એ દિશામાં તપાસ ચાલુ છે. અત્યાર સુધીની તપાસમાં મૃતકો સુરત શહેરમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે