ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ સાથે રાજ્યભરના વિવિધ શાળાઓમાં હંગામી ધોરણે ખેલ સહાયક તરીકે ફરજ બજાવી રહેલા શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે બેસેલા વ્યાયામ શિક્ષકોનું આંદોલન હાલ પૂરતું સમેટાયું છે.
વર્તમાન સમયમાં રાજ્યમાં અંદાજે 1588 જેટલા ખેલ સહાયકો હંગામી ધોરણે ફરજ બજાવતા કર્મીઓ 32 દિવસથી કાયમી ભરતી અંગે માંગ સાથે સરકાર સામે અડગ હતા. છેલ્લા 32 દિવસથી યોગ કે વ્યાયામ સહિતના કાર્યક્રમો આપીને આંદોલન કરવામાં આવી રહી હતું ત્યારે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના તેમજ ખેલ સહાયકો અને ક્રીડા ભરતી સ્વૈચ્છિક સંઘ સહિતના હોદેદારોની બેઠક ગાંધીનગર ખાતેના સચિવાલય ખાતે મળી હતી.
આ બેઠકમાં રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન થઈ હોવાની તેમજ વ્યાયામ શિક્ષકોની ભરતી આવનાર સમયમાં થાય તે અંગે અને વ્યાયામ શિક્ષકો અંગેની પડતર માંગો અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અંગે માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવતા વ્યાયામ શિક્ષકોનું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

