કપરાડા: વલસાડ SOG પોલીસે કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તાર નજીકથી વાહન ચેકીંગ દરમિયાન બાઈક ચાલકને રોકી તપાસ કરતા બાઈકની સીટ નીચે સંતાડવામાં આવેલો દેશી તમંચો કબજે કર્યાનો કિસ્સો પ્રકાશમાં ગતરોજ આવ્યો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે સાંજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે કપરાડા માર્ગ ઉપર ભિસરા ફળિયા નજીક લોટ દળવાની ઘન્ટી સામે માર્ગ ઉપર વલસાડ SOG પોલીસ વાપી કેમ્પ વાહન ચેકીંગ દરમિયાન પસાર થતા GJ-15-DE-2181 નબરની બાઇક અટકાવી બાઈકના કાગળિયા માંગતા ચાલકે ગ્લલા તલ્લા કરતા તપાસ કરતા બાઈકની સીટ નીચે સંતાડવામાં આવેલ દેશી હાથ બનાવટનો લોખંડ નો તમંચો કી.રૂ.5000 મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બાઈક.ચાલકે પોતાનું નામ ભાવેશ બાબુ ઘુટીયા રહે.વાડધા, તા.કપરાડા જણાવ્યું હતું. અને આ તમંચો તેને બે દિવસ અગાઉ સેલવાસ રાંધા માર્ગ ઉપર માર્ગની બાજુમાંથી મળી આવ્યો હોઈ તેણે બાઇકમાં સંતાડી દીધુ હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે તમંચો અને બાઈક મળી રૂ.35000નો મુદ્દામાલ કબજે કરી ઘટના અંગે એ.એસ.આઇ.સયદ બાબન એસ ઓ જી વલસાડ (વાપી કેમ્પ) એ ભાવેશ ઘુંટીયા સામે નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પણ મહત્વની વાત છે કે આ આખી ઘટના પ્લાનિંગ કરવામાં આવી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. આ નિર્દોષ આદિવાસી યુવાનને ફસાવવામાં આવ્યો છે એવું લોકો કહી રહ્યા છે કે સેલવાસ રાંધામાથી બાઇક પકડાયું અને યુવાનને ધરમપુરમાથી પકડ્યો હતો (જ્યારે FIR નાનાપોંઢાથી પકડ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે) અને પોલીસે યુવાને ધમકી આપી હતી કે ‘તું આ ગુનો કબૂલશે તો જ તને જામીન મળશે’ અને આ આદિવાસી યુવાને પોલીસના ડરના કારણે ગુનો કબુલી લીધો હતો. અને પોલીસે FIR બનાવી હતી. બાકી આ યુવાન નિર્દોષ છે પણ પોલીસની ચાલાકીનો શિકાર બની ગયો છે. આ બધુ નાટક પ્રમોશન અને કેસ બનાવા માટે કરવામાં આવ્યું હોવાની લોકો અને આદિવાસી આગેવાનો ચર્ચા કરી રહ્યા છે  હવે આ વાતમાં કેટલું સત્ય છે એ તો જો આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તો બહાર આવી શકે એમ લોકોનું કહેવું છે. ( આ લોકચર્ચા છે આ વાત સત્ય છે એની પુષ્ટિ Decision News કરતું નથી )