નવસારી: નવસારી જિલ્લામાં ખનન પ્રવૃત્તિ બેસુમાર અધિકારીઓ માટીખનન અટકાવે તે જરૂરી બન્યું છે. ગણદેવી તાલુકાના દેવસર વિસ્તારમાં ગેરકાયદે રેતી અને માટીખનન થતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ફરિયાદના આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દેવસર વિસ્તારમાં નદી કિનારે લીઝ વિસ્તારની બહાર માટી, રેતીખનન કરતાં હોવાથી ચાર મશીનો, બે ટ્રેક્ટર, એક ટેમ્પો, બે હાઈવા જપ્ત કરી લીઝને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી ગણદેવી મામલતદાર કચેરીના સ્ટાફ અને પોલીસે હાથ ધરી હતી.ખાણખનીજ વિભાગના અધિકારીઓએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રવિણ ખાંભલાએ જણાવ્યું હતું કે લીઝધારક શાંતાબેન રમણભાઈના પાવરદાર મનોજ ઓડ લીઝ બહાર માટી રેતીખનન કરતાં હોવાથી કાર્યવાહી કરી હતી. ગણદેવી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કાંતિલાલે જણાવ્યું હતું.

