ડાંગ: ગુજરાત રાજય વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત વનીકરણ સંબંધિત વિવિધ યોજનાઓ હેઠળ વર્ષ-2024ના ચોમાસા દરમિયાન વન વિભાગ ઉત્તર ડાંગ દ્વારા 1828 હેકટર વિસ્તારમાં 16.80 લાખ રોપાના વાવેતર માટે વનીકરણની જુદી જુદી કામગીરી કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ વનીકરણ યોજનામાં ગુજરાત રાજય વળતર વનીકરણ વ્યવસ્થા અને આયોજન સત્તા (કેમ્પા) અને ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ ઇન ગુજરાત હેઠળ અનુક્રમે 164 હેકટર અને 75 હેકટર વિસ્તારમાં વાવેતર કરાયું છે. સરકાર દ્વારા મંજૂર કરેલ મોડલ જોગવાઇ અનુસાર રોપાના માવજત અને જાળવણી તેમજ જીવંત ટકાવારી જળવાઇ રહે તે માટે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડી.એન. રબારીના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ દરેક રેંજમાં રોપાઓને પાણી મળી રહે તેવું આયોજન કરાયું છે.
ખાસ કરીને જયા સુકો વિસ્તાર છે તેવી રેંજ લવચાલી, પીપલાઇદેવી, સુબીર અને સિંગાણા દ્વારા નિયમિત રીતે મોડલ જોગવાઇ અનુસાર ઉનાળાના સમય દરમિયાન વાવેતર કરેલા વિસ્તારમાં ટેન્કર દ્વારા અને પ્લોટ લાગુ આવેલ ગામોની મહિલા કામદારો માથ પર પાણી વાહતુક કરી રોપાને સપોટ વોટરીંગ સાથે સેન્દ્રીય (ઓર્ગેનિક) ખાતર આપવામાં આવે છે. જેથી ભેજ જળવાઇ રહે અને રોપાની માવજત સારી રીતે થાય તેવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

