નવસારી: ગણદેવી તાલુકાના એંધલ ગામના પશુ દવાખાનાથી ને.હા.નં. 48ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા અને વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બનતા લોકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. એંધલ પશુ દવાખાનાથી ને.હા.નં. 48ને જોડતો માર્ગ અત્યંત ટૂંકો હોવાને લીધે લોકો વ્યાપક ઉપયોગ કરે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ માર્ગ માટે 35 લાખ મંજૂર થયા હતા અને આ માર્ગનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્યએ પાંચ મહિલા પહેલા કર્યું હતું પરંતુ હજુ માર્ગ બનાવવાનું મુહૂર્ત નીકળ્યું નથી. આ રોડ ઉપરાંત એંધલ-ખાપરીયા માર્ગ માટે પણ 50 લાખ મંજુર થયા હતા.
હવે ચોમાસું આવવાને પણ 2 મહિના રહી ગયા છે છતાં આ રોડ ન બનતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. માર્ગ મકાન ખાતા ગણદેવીના અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી આ માર્ગનું કામ સત્વરે પૂરું કરે એવી માંગ ઉઠી છે.

