વાપી: વાપી બલીઠામાં જીઇબી પાછળની સોસાયટી માટે મનપા દ્વારા ખોદેલા ખાડાની કામગીરી પૂર્ણ ન થતા એક હજારથી વધુ લોકોને તકલીફ પડી રહી છે. ખુલ્લી ગટરને લઇ મચ્છરોનો ઉપદ્રવ તો વાહન પસાર કરવામાં પણ હાલાકીથી લોકો ત્રાસી ગયા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર વાપી બલીઠા જીઇબી પાછળ આવેલ ત્રિવેણી સોસાયટી એકતા માર્ગ પર સોસાયટીની ગટરો જામ થતા તેને બંધ કરી વૈકલ્પિક ખાડો ખોદી મનપાએ નવી ગટર લાઇન માટેની કામગીરી હાથ ધરી હતી. જોકે ખાડો ખોદી ગયા બાદ આ સ્થળે કોઈ ફરકતું નથી. તેથી ખુલ્લી ગટરમાં બાળકોને પડવાના ડર સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.

આ વિસ્તારમાં આસ્થા હોમ બિલ્ડિંગ અને રાજનગર સહિત વિસ્તારમાં 150થી વધુ ફ્લેટ હોય એક હજારથી વધુ લોકોને હાલાકી પડી રહી છે. માર્ગની બાજુમાંગટર ખોદી દેતા તેની માટી માર્ગ પર પ્રસરી છે અને તેથી એક વાહન જ ત્યાંથી પસાર થઇ શકે છે. મનપા તાત્કાલિક આ પ્રશ્ન ઉકેલે તેવી સ્થાનિકોની માગ છે. બલીઠામાં ગટરના કામમાં વિલંબ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here