ઉમરગામ: ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે ફાટક બહાર જાનકીનગર રોયલ બિલ્ડીંગ પહેલા માળે રૂમ નંબર 101 માં રહેતા મૂળ કાસગંજ જિલ્લાના મંગલસીંઘ અમરસિંઘ પાલ ઉ.વ. 32 છેલ્લા કેટલાક મહિનાઓથી કુટુંબિકભાઈ ઉમેશચંદ અમર પાલ સાથે રૂમમાં રહેતો હતો. જેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ સરિતા પાલ ઉ. વ. 26 સાથે વતનમાં ત્રણ વર્ષ પહેલા થયા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર મંગલસિંઘ ઉમરગામ અપાર કંપનીમાં નોકરી કરે છે વતનથી પત્ની ઉમરગામ રહેવા આવતા રૂમમાં રહેતા ભાઈ ઉમેશચંદ્ર પાલને અન્ય ઠેકાણે રહેવા મોકલ્યો હતો આ વાતથી મનોમન દુઃખી થઈ મનમાં વેર રાખી બે દિવસ પૂર્વે ફરિયાદી સરિતા પાલ પોતાના એક વર્ષના દીકરા સાથે એકલી હતી ત્યારે આરોપી ઉમેશચંદ્ર પાલે સાંજે 5 વાગ્યે ઘરે આવી મારા ભાઈને તે તારા વશમાં કરી દીધો છે, તારા લીધે મારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મુકેલ છે.

એવુ કહી ઉસ્કરાઇ જઇ સરિતાને લાફો મારેલો, તે સમયે ભાભી સરીતાએ તેનો હાથ પકડી લેતા તેણે હાથ છોડવી છરી કાઢી ભાભી સરિતાના ડાબા પડખાના ભાગે બે ત્રણ ઘા ઝીંકી દીધા હતા લોહીલુહાણ થઇ ગઇ હતી અને બૂમા બૂમ કરતા બાજુની બિલ્ડિંગમાં રહેતો જાવેદ નામનો વ્યક્તિ આવી જતા ઉમેશ ભાગી ગયેલો. ઘટના બાદ સરિતાને રિક્ષામાં સરકારી દવાખાને લઈ જવાઇ હતી. જ્યાં તેનો પતિ આવી જતા વધુ સારવાર અર્થે ખસેડાઇ છે