ધરમપુર: આદિવાસી લોકોમાં ભાગલા કોણ પડાવી રહ્યું છે.. આ સળગતો સવાલ ઉભો થવાના ચિંત્રો ગઈ કાલે સામે આવ્યા જ્યારે આદિવાસી સમાજમાંથી ખ્રિસ્તી ધર્મની પરંપરાને સ્વીકારી જીવન નિર્વાહ કરતા લોકો ગઈ કાલ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઊતરી ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું. ત્યારે હવે આદિવાસી લોકો જે RSS સાથે સંકળાયેલ હિન્દુ બન્યા છે અને જે ખ્રિસ્તી બન્યા છે તેઓ જે સામ સામે આવી ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય RSS ના વડા મોહન ભાગવત બે વખત ધરમપુરમાં આવી ગયા છે એના આવ્યા પછી જ આ મામલો વધારે તંગ બન્યો છે. Decision News દ્વારા પ્રબુદ્ધ આગેવાનો સાથે આ મુદ્દે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે જ્યારે કોરવળ ખાતે ક્રોશનું નિર્માણ થયું ત્યારે વિરોધ ન થયો અને આટલા સમય પછી કેમ ? આદિવાસી ખ્રિસ્તી મંદિરોનો વિરોધ નથી કરતા તો આદિવાસી હિંદુઓ ક્રોસનો વિરોધ કેમ કરી રહ્યા છે. એ સાલું સમજાતું નથી.. પહેલાં માણસે માણસ બનવાની જરૂર છે હિન્દૂ ખિસ્તી કે મુસલમાન નહીં..આદિવાસી લોકો ખ્રિસ્તી સમાજમાં અને હિન્દુ સમાજમાં બંનેમાં જોડાઈ શાંતિથી જીવી રહ્યા હતા પણ હવે આ બંને વચ્ચે વિખવાદ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આદિવાસી ખ્રિસ્તી -આદિવાસી હિન્દુ ઓ વચ્ચે લડાઈના દ્રશ્યો સર્જાય એમા બે મત નથી. આદિવાસી લોકોએ સમજવું પડશે કે ખ્રિસ્તી અને હિંદુ ધર્મમાં વહેચવા કરતા આદિવાસી પ્રકૃતિપૂજક રહેવું હિતાવહ છે.
ધરમપુરમાં ઈશ્વર અને ઈશુ સામસામે છે ત્યારે ધમાલ કરાવે એ ધર્મ નહીં હોય શકે એમ હાલમાં ધરમપુરના આદિવાસી સમાજના શુભચિંતકો માની રહ્યા છે પણ ખ્રિસ્તી સમાજ સાથે તા.પં સભ્ય કલ્પેશ પટેલ, આદિવાસી આગેવાન જયેન્દ્ર ગાંવિત યુસુભ ગાંવિત આગેવાની લઈ રહ્યા છે જ્યારે RSS સાથે અને ભાજપ પક્ષ સાથે સંકળાયેલા ગણેશ બિરારી આદિવાસી હિન્દુઓ પક્ષમાં નિવેદનો આપી રહ્યાં છે. આ આદિવાસી સમાજમાંથી ખ્રિસ્તી બનેલા અને હિન્દુ બનેલા આદિવાસીઓની ધર્મ પ્રત્યેની કટ્ટરતા શું કરાવશે એ કહેવું હાલ મુશ્કેલ છે. પણ બંને વચ્ચેની લડાઈમાં નુકશાન તો આદિવાસીયતનું જ થવાનું છે.. એ નક્કી છે

