સોનગઢ: ગતરોજ સોનગઢના ગુનખડી ગામે ખાઈમાં ટેમ્પો પલટી મારવાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ટેમ્પામાં સવાર 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ગુનખડી ગામનાં 10 જેટલા લોકો 15 મી એપ્રિલ નારોજ મોડીસાંજે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ટેમ્પોમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન ગુનખડી ગામે ગોડાઉન ફળિયામાં આવેલ ગરનાળા પાસે ટેમ્પોનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મુસાફરો ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં ગુનખડી ગામનાં 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, બનાવ અંગે ફરિયાદના આધારે સોનગઢ પોલીસ દ્વારા ટેમ્પોનાં ચાલક સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

