ભરૂચ: ભરૂચ જિલ્લામાં બાળકોનું ભાવિ ઘડતા પ્રાથમિક શાળાના 3 હજાર જેટલા શિક્ષકો નો પગાર મંગળવારે સાંજના 4 વાગ્યા સુધી નહીં થતાં. શિક્ષકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે અડધો મહિનો વિત્યો છતાં પગાર નહીં થતાં કેટલાક શિક્ષકોની હોમલોન, કાર લોન જેવી લોન ચાલતી હોય છે. ત્યારે ઓવરડયુ થવાના કારણે વધારાના પૈસા પણ ભરવા પડશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપ સિંહ રાણા એ ભારે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું. સાથે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્ય પરથી માર્ચ મહિનાની પગારની ગ્રાન્ટ 4 એપ્રિલ ના રોજ જિલ્લા પર આવી ગઈ હતી. પંચાયત શિક્ષણ શાખા એ જિલ્લા પંચાયત હિસાબી શાખા અને ત્યાંથી તિજોરી માં ગ્રાન્ટ ની કાર્યવાહી પૂર્ણ કરી 9 એપ્રિલ ના રોજ જિલ્લા પરથી દરેક તાલુકાને પગાર ગ્રાન્ટ ના ચેક આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં ટેકનિકલ ખામી ને કારણે પગાર થઈ શક્યો નથી. આજે મંગળવારે સવારથી જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પગાર માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.
પ્રેસા નહી ચાલવા ને કારણે સાંજે 4 વાગ્યા સુધી તાલુકા કક્ષાએ પગારની કાર્યવાહી થઈ શકી નથી. પ્રેશા સોફ્ટવેર સાંજે ચાલુ થતા પગાર થવાની શક્યતા શિક્ષકો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર પ્રેશા સોફ્ટવેરના માધ્યમથી કરવામાં આવે છે. જેમાં ટેકનિકલ ખામી આવતા પગાર થયો હતો નહિ. પરંતુ મંગળવારે સાંજના 5 વાગ્યાના અરસામાં પ્રેશા સોફ્ટવેર ફરીથી કાર્યરત થયું હતું. જેથી શિક્ષકોને આશા છે કે આજે બુધવારે સાંજ સુધીમાં જિલ્લાના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર થવાની શક્યતા છે.











