ચીખલી: ચીખલી તાલુકાના સાદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મિલની આગામી 25 એપ્રિલ થનારી હરાજી રોકવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સભાસદોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. 110 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ મીલ કાર્યરત થાય તે પહેલાં જ મુશ્કેલીમાં મુકાઈ છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) એ 2016-17 માં આપેલી 39 કરોડની લોન, વ્યાજ સાથે વધીને 59.37 કરોડ થઈ છે. મિલ દ્વારા લોન હપ્તા નહીં ચૂકવતાં NCDC એ હરાજીનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, 1981માં આદિવાસી ખેડૂતોના હિતમાં મીલનો પાયો નાખ્યો હતો. 1989માં સુપ્રીમ કોર્ટમાંથી લાઈસન્સ મેળવાયું હતું. 2016માં તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. મીલના નિર્માણ સમયે 15,000થી વધુ સભાસદોની હાજરીમાં સરકારે શેરફાળો એડવાન્સમાં આપવાનું વચન આપ્યું હતું. જોકે, આજ સુધી 19.51કરોડનો શેરફાળો મળ્યો નથી. વળી, આદિવાસી વિભાગ દ્વારા 23 સપ્ટેમ્બર 2022ના રોજ કરાયેલા ઠરાવ મુજબ આદિવાસી સભાસદોને આપનારી શેર મૂડી લોન પણ હજુ સુધી આપવામાં આવી નથી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ડાંગ, વલસાડ, ચીખલી, વાંસદા અને ખેરગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી આ મીલની હરાજીના સમાચારથી સભાસદો અને સહકારી ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને વધુમાં NCDC દ્વારા કાવેરી સુગર ની હરાજી ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે 25000 સભાસદો ધરાવતી કાવેરી સુગર કે જેમાં 19000 સભાસદો માત્ર ને માત્ર કાવેરી સુગર સાથે જ જોડાયેલા છે ત્યારે આ કાવેરી સુગર ની હરાજી થી આ વિસ્તારના આદિવાસીઓને મોટું નુક્સાન થાય એમ છે અને આદિવાસી સભાસદોને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જવાની બીક છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, વિસ્તારના આદિવાસી ખેડૂતો કાવેરી સુગર મીલ શરૂ ન થતાં ખાનગી કોલાઓમાં પોતાની શેરડી વેંચવા માટે મજબૂર બન્યા છે જ્યાં તેમને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી ત્યારે આ કોલા ના સંચાલકો દ્વારા ખેડૂતોનું રીતસર નું શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડબલ એન્જિનની સરકારમાં વિકાસની વાતો કરતી ભાજપ સરકાર ના હોદ્દેદારો જ કાવેરી સુગર મીલમાં સરકાર દ્વારા નિયુક્ત બોર્ડમાં છે અને કેટલાક ભાજપના નેતાઓના પરિવાર ના સભ્યો પણ ડિરેક્ટર માં હોય તો પછી કાવેરી સુગર મીલ નું નિર્માણ કેમ આજ દિન સુધી થઈ શકયું નથી.
વધુમાં અમને મળતી માહિતી મુજબ સરકારે જાહેર કરેલ શેર ફાળા ના રૂપિયા સમય સર ચૂકવવામાં આવ્યા નથી ત્યારે આ રૂપિયા કેમ ના આપ્યા ? કેમકે આ કાવેરી સુગર મીલમાં 90 % સભાસદો આદિવાસી સમાજના છે એટલે ? ભાજપ ના હોદ્દેદારોનું બોર્ડ હોય ત્યારે આ કાવેરી સુગર ની હરાજી થાય એ કેટલું યોગ્ય સાથે જ આ કાવેરી સુગર મીલ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ શેર ફાળો અટકાવવામાં આવ્યો છે એ પણ એક પ્રશ્ન ઉભો થાય છે ત્યારે ડબલ એન્જિન ની વાતો કરતી સરકાર ના ક્યાં એન્જિન માં પંચર પડ્યું છે એનો પણ જવાબ આ સરકારે આપવો પડશે ત્યારે આ કાવેરી સુગર ની હરાજી થાય એ અમે ક્યારે પણ ચલાવી લેશું નહી જેથી આપના દ્વારા સરકારમાં રજૂઆત કરી આ હરાજી તાત્કાલિક અસર થી રોકવી જોઈએ અને જો આમ નહીં કરવામાં આવશે તો આગામી સમયમાં અમે જલદ આંદોલન કરીશું.

