મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વસરાઈ ખાતે ‘દિશા’ ઘોડિયા સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે સમાજભવનના રોડનું ખાતમુહૂર્ત તેમજ ‘દિશા’ નોલેજહબના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ખુલ્લા મૂકવામાં આવ્યા હતા॰

આ કાર્યક્રમમાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી નિલમભાઈ ખોબા, માન. ધારાસભ્ય શ્રી મોહનભાઈ, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી પ્રદિભાઈ સહિત ઘણા સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here