વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના છ તાલુકામાં સૌથી વધુ તાપમાન ધરમપુરમાં 39 ડિગ્રી નોંધાયું છે. કપરાડામાં 38 ડિગ્રી, વાપીમાં 36 ડિગ્રી, વલસાડ અને પારડીમાં 35 ડિગ્રી જ્યારે ઉમરગામમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને બપોરે 12થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે. લોકોને સૂતરાઉ કપડાં પહેરવા અને પાણીનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે.Decision News ને મળેલી માહિતી અનુસાર આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે.
વહીવટીતંત્રએ લોકોને ઠંડા પાણી, છાશ, લીંબુ પાણી, લસ્સી અને ORS વાળા પાણીનો વધુ ઉપયોગ કરવા સૂચવ્યું છે. પશુપાલકોને પશુ-પક્ષીઓ માટે પાણી અને છાયાની વ્યવસ્થા કરવા પણ અપીલ કરવામાં આવી છે.તાલુકાવાર લઘુતમ તાપમાનની વાત કરીએ તો વલસાડમાં 26, ધરમપુરમાં 24, પારડીમાં 25, કપરાડામાં 22, ઉમરગામમાં 25 અને વાપીમાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલસાડ તાલુકામાં દરિયા કિનારો નજીક હોવાથી ગરમીમાં થોડી રાહત રહે છે.

