નવસારી: જલાલપોરના ચોખડ ગામે ઇંટના ભથ્થામાં કામ કરતા યુવાનને અચાનક ચક્કર આવી જતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે લઈ જતા હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો હતો. જલાલપોર તાલુકાના ચોખડ ગામે ઇંટના ભથ્થા આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર તેમાં રામલાલ ધાડે તેમના પિતા સાથે મજૂરી કામ કરવા આવ્યા હતા. 13 એપ્રિલના રોજ બપોરે તેઓ તેમના પિતાને જમવાનું આપતા હતા ત્યારે અચાનક ગભરામણ થવા લાગતા ખાનગી વાહનમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં શ્વાસ લેવામાં તકલીફ થતા અચાનક બોલવાનું બંધ કરી દીધું હતું. થોડીવારમાં મરોલી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે યુવાનનું મોત થયાનું જણાવ્યું હતું.

આ ઘટના અંગે અહેકો ધર્મેન્દ્ર ગણપતસિંહ તપાસ કરી રહ્યાં છે. મૂળ મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવાર હોય યુવકના મોત બાદ તેની લાશને વતને લઇ જવાની માહિતી પણ ઘટના સ્થળેથી મળી છે. પ્રાથમિક તબક્કે યુવકને હાર્ટ એટેક આવ્યાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.