ચીખલી: રવિવારની બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે એક ફોર્ચ્યુનર કાર નં-જીજે-11-બીકે (પૂરો નંબર નબુદ નથી) ના ચાલકે નેશનલ હાઇવે 48 ઉપર વલસાડ થી સુરત જતા ચીખલી ઓવરબ્રિજ ઉપર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ સ્વીફ્ટ ડિઝાયર નં-જીજે-19-એએ-0146 અકસ્માત થયો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જ્યારે પાછળ કિયા સેલટોસ નં-જીજે-21-સીબી-9439 ની પાછળ એક મહિન્દ્રા ટેમ્પો નં-એમએચ-10-ડીટી-7408 અકસ્માત બાદ પલ્ટી મારી ગયો હતો. બાદ ઇકો કાર નં-જીજે-21-સીડી-5192 પણ ભટકાય હતી.જોકે એક સાથે પાંચ જેટલા વાહનોના અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

અકસ્માતને પગલે નેશનલ હાઇવે-48 ઉપર ટ્રાફિક જામ થતા ચીખલી પોલીસના પીએસઆઇ-એસ.જે.કડીવાલા, એએસઆઇ-સુરેશ વિષ્ણુભાઇ સહિતનો સ્ટાફ ધસી આવી ક્રેઇનની મદદથી વાહનોને સાઇડે કરી ટ્રાફિક પુનઃ શરૂ કર્યો હતો. જોકે આ લખાય ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ કે લેખિત જાણ કરવામાં આવી ન હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here