નવસારી: ગણદેવી નગરપાલિકા અને લાયન્સ કલબ દ્વારા ત્રણ કરોડથી વધુ રૂપિયાનાં ખર્ચે નગરજનોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવાં હેતુ માટે કરવામાં આવ્યું પરંતુ ત્રણ જ વર્ષમાં આ વડા તળાવની પાળ તુટેલી હાલતમાં જોવા મળે છે. અંદર લગાવેલી તકતીઓ લગાડેલી તુટી ગયી છે અને ઉખડી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી વોચમેનનું મૃત્યુ પામ્યા હતા ત્યારથી આ વડા તળાવ તથા લાયન્સ ગાર્ડનની દેખરેખ રાખનાર કોઈ ન હોવાથી વધુ જર્જરીત બનવા પામ્યો છે અને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છતાં પણ તળાવનો વિકાસ અધુરો રહ્યો છે અને હાલમાં જ લાયન્સ ગાર્ડનમાં અંદર રીનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે. આ કામનું અલગથી 15 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

કાયમી ધોરણેમાત્ર ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં આ વડા તળાવની હાલત ખરાબ થઈ ગઈ છે તો લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે લોકોનાં વેરાના પૈસા પાણીમાં ગયા છે. વોચમેનની નિમણૂક કરવામાં આવે તો દેખરેખ રાખી શકે. વડા તળાવનું કામ અગાઉના પ્રમુખ વખતનું છે અત્યારે રીશોવેશનનું કામ ચાલુ છે. જે નગરપાલિકા દ્વારા 15 લાખ અને આઠ લાખ રૂપિયાના ખર્ચે ટોઇલેટ બાથરૂમ બનાવવા મંજૂર કરવામાં આવ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here