વલસાડ: વલસાડના ઘડોઇ ગામે 2 દિવસથી ગુમ થયેલા એક 58 વર્ષીય રહીશની ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી.રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વલસાડ તાલુકાના ઘડોઇ ગામમાં રહેતાં 58 વર્ષીય જિતેન્દ્રભાઈ પ્રજાપતિ બે દિવસ પહેલાં ઘરેથી નજીકના મંદિરે જવા નિકળ્યા હતા. બાદમાં મોડી સાંજ સુધી પરત નહિ થતાં ઘરવાળાઓએ શોધખોળ કરી હતી. પરંતું છતાં કોઇ પત્તો નહિ મળતાં વલસાડ રૂરલ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન રવિવારે નજીકના મંદિર પાસે આવેલા તળાવમાંથી આધેડ વડીલનો મૃતદેહ જોવા મળતાં ગામમાં લોકો ભેગા થઇ લાશને બહાર કાઢી હતી.જાણ થતાં રૂરલ પોલીસ સ્થળે પહોંચી પીએમ માટે સિવિલમાં ડેડ બોડી મોકલી આપી હતી.

            
		








