વાંસદા: શિક્ષણક્ષેત્રમાં પા પા પગલી કરવાની શરૂવાત કરતાં વાંસદા તાલુકાનાં બાળકોમાં માટે ગતરોજ 15 જેટલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈને બાળકોમાં અને વાલીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના નાનીભામતી, શીંગાડ, કાટ્સવેલ, ચઢાવ, વાંસદા 7 , વાંસીયા તળાવ, નિરપણ, માનકુનિયા 1, માનકુનિયા 4, નાની વઘઇ, બેડમાળ, નવતાડ,રવાણીયા, વાંદરવેલા, પીપલખેડ જેવા 14 ગામડાઓમાં આંગણવાડીનું લોકાર્પણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા.

હાલમાં વાંસદા તાલુકાનાં વિસ્તારમાં બાળકોમાં આંગણવાડીઓની હાલત જર્જરિત છે ત્યારે ઘણી વખત વહીવટતંત્રને રજુવાતો લોકો દ્વારા કરવામાં આવી હતી આ ધ્યાને લઈને ગતરોજ જુદા જુદા ગામડાઓમાં ગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here