ભીલાડ: સરીગામ જીઆઇડીસીનાં કારીયામાળથી નવીનગરી જતા માર્ગ કિનારે રાત્રે કોઈ પ્લાસ્ટિકની 40 ગુણીમાં ઘન કચરો ઠાલવી ગયો હતો.સવારે સ્થાનિકોએ જીપીસીબીને જાણ કરતા ટીમે ઘટના સ્થળે પહોંચી હેઝાર્ડસ વેસ્ટ લાગતા કચરાના સેમ્પલ લીધા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર સરીગામ જીઆઇડીસીનાં કેમિકલ ઝોનથી માડા તરફ જતી કેનાલ પાસે કારીયામાળનાં ઘાસિયા મેદાનમાં શુક્રવાર રાત્રે કોઈ ઈસમ દ્વારા વાહનમાં 40 ગુણી ઘનકચરાનો નિકાલ કર્યો હતો. આ અગાઉ પણ કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીની એકસપાયરી તારીખની કલર યુક્ત ગોળીની પ્લાસ્ટિકની બેગો અહીંથી મળી હતી.

કેનાલ પાસે પ્લાસ્ટિકની કોથળીમાં વર્ષો જૂનો ઘટ કચરો ઠાલવવાની જાણ સરીગામ જીપીસીબીની ટીમને કરાતા જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ માટે સેમ્પલ લીધા હતા. જીપીસીબી ની તપાસ બાદ ઘન કચરો કેમિકલ યુક્ત છે કે, ડોમેસ્ટિક છે તે જાણી શકાશે.ઘન કચરાનો રાત્રે વાહન મારફતે વસ્તી બહાર નિકાલ કરાતા કોઈ ભાંગારિયા દ્વારા બંધ એકમમાં પડેલો કચરો ઉઠાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here