ભરૂચ: ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખનો ખર્ચ કરવામાં આવશે. ભોલાવ ગ્રામ પંચાયતમાં રંગકૂટીર સોસાયટી અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં ચામુંડા માતાજીના મંદિર પાછળ રસ્તાનું નિર્માણ થશે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ રસ્તો રંગ દર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને હસ્તે બંને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી હાજર રહ્યા હતા. ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર અને ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા
આ વિસ્તારમાં રસ્તાઓની હાલત ખરાબ હોવાથી સ્થાનિક રહીશો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. રસ્તાઓના નવીનીકરણથી લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.

