ભીલાડ: સેલવાસ નરોલી રોડ પર અથાલ ત્રણ રસ્તા પાસે કિયા કાર પલટી જતા મિત્રની બર્થડે પાર્ટી મનાવી પરત થતા 2 યુવકના મોત થયા અને 3 ને ઇજા થઇ હતી. સેલવાસ તિરુપતિ સોસાયટીમાં રહેતા 5 મિત્રમાંથી હર્ષ મિશ્રાનો જન્મદિવસ હોય કિયા કાર નં ડીડી-01-એ-2264માં ભીલાડ ગયા હતાં.
Decision News ને મળેલી માહિતી અનુસાર બર્થડે પાર્ટી પતાવ્યા બાદ પરત સેલવાસ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રાત્રે 2 કલાકે અથાલ ત્રણ રસ્તા નજીક કારની સ્પીડ વધારે હોય બેરીકેડ સાથે અથડાયા બાદ ડિવાઇડર પર ચડી જતા કારનું આગળનું ટાયર ફાટી ગયું હતું બાદમાં કાર 3 થી 4 વાર પલટી મારી ગઈ હતી. કાર ઊંધી વલી ગયા બાદ નજીકમાં થાંભલો કાર પર પડ્યો હતો. આ અકસ્માત જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 બોલાવી કારમાં ઘવાયેલા યુવકોને બહાર કાઢ્યા હતા.
જેમાં આગળની સીટ પર બેઠેલા 2 યુવક એર બેગ ખુલી જતા બચી ગયા હતાં. પરંતુ પાછળ બેઠેલા હર્ષ મિશ્રા મૂળ રહે યુપી અને વિજય કોહલી રહે ગુજરાત જેમાંથી હર્ષનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને વિજયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતી વેલા રસ્તામાં મોત થયું હતું. બચી ગયેલ ત્રણ યુવકોમાંથી એકની હાલત નાજૂક હોય આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે અને બીજા બેની પણ સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

