ભરૂચ: ઉનાળામાં તાપમાનનો પારો ઉંચે જઇ રહયો છે ત્યારે આગના બનાવો પણ વધી રહયાં છે. અંકલેશ્વરમાં ગેરેજમાં લાગેલી આગના કારણે આખું શોપિંગ ભડકે બળ્યું હતું. આ ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં જંબુસરમાં ગેરેજમાં આગની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર કાવી રીંગરોડ ઉપર જોધલપુર સોસાયટી પાસે આવેલી જોન્ટિંગ રીક્ષા ગેરેજમાં બુધવારનીરાત્રિના ત્રણ થી ચાર ની વચ્ચે એકાએક આગ ફાટી નીકળી હતી.ગેરેજ હોવાથી ટાયરો અને ઓઇલના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસની સોસાયટીના રહિશો જાગી ગયાં હતાં.

તેમણે જાણ કરતાં પાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી જાનહાનિ થતાં અટકી હતી. ગેરેજમાં લાગેલી આગના કારણે આખું શોપિંગ ભડકે બળ્યું