વાપી: વાપી મચ્છી માર્કેટ,નાજાભાઈ રોડ, વાપી દેસાઈવાડના એપાર્ટમેન્ટ અને રામ મંદિરપાસે વાપી મચ્છી માર્કેટ દેસાઈવાડમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી ન પહોંચતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશો ટેન્કરથી પૈસા ખર્ચીને પીવામનું પાણી મંગાવી રહ્યાં છે. મહાનગરપાલિકાના ઇજનેરના મતે રોડના કામથી લિકેજ થતાં અમુક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ થયો હતો,ફરી રાબેતા મુજબ કરવામાં આવ્યો છે. ઉનાળામાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે પીવાના પાણીની બૂમરાણ વધી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વાપીના મોરાઇ ગામમાં મોટર ખોટકાતા પીવાના પાણી લોકોને મળ્યું ન હતું. મહાનગરપાલિકા વિસ્તારમાં જ પીવાના પાણીની સમસ્યા ઊભી થઇ રહી છે.મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જીનિયર સંજય ઝાએ જણાવ્યું હતું કે રોડના કામથી બે સ્થળેલિકેજ પડયુ હતું. જેની મોટાભાગની મરામત કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. રોડના કામના કારણે કનેકશન તૂટતા હોવાથી તરત મરામતની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી. ટેન્કર મંગાવીને રોજબરોજ પાણી મંગાવીએ છીએ. કોઈપણ સરકારી તંત્ર કેટલી વાર કમ્પ્લેન કરવા છતાં કોઈ તંત્ર સરકારી આવતું નથી અને કોઈ યોગ્ય પગલા લેતુ નથી.
લીકેજ રીપેરીંગના કામો હાથ ધરાયા વાપી રોહિત વાસપાસે રોડના કામે થયેલા લીકેજ રીપેરિંગનું કામે શરુ છે .જેથી સવારે 9.30થી 10.30નું સપ્લાય અને બપોરે 2.00 થી 3.00 વાગ્યાનું સપ્લાય કોલીવાડ ટાંકી અને નાયકવાડ ટાંકીથી બંધ રાખવામાં આવી હતી. જેના કારણે જેના અસરગ્રસ્ત વિસ્તારો દેસાઈવાડ, સુથારવાડ, કુ ભારવાડ, અલકાપુરી, મચ્છીમાર્કેટ નહેરુસ્ટ્રીટમાં અસર થઇ હતી. બીજી તરફ મોરાઇ ગામમાં હજુ સુધી મહાનગરપાલિકાની ટીમે મરામત કામગીરી કરી નથી. જેથી સ્થાનિકોએ પંચાયતની કામગીરી બરાબર હોવાનું જણાવી રહ્યાં છે.

