અંકલેશ્વર: અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બપોરના સમયે એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.જેમાં ફિ કોમ ચોકડી પાસે બેકાબુ તુફાન જીપ ના ચાલકે જીપને ઉભેલા આઇસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર તુફાન જીપ માં ઝેન્ટિવા કંપની ના કર્મચારીઓને સવાર હતા.પાનોલી ઓવર બ્રિજ પર ડમ્પર ચાલકે આગળ ચાલતી કારને ટક્કર મારી તે સમયે અકસ્માત સર્જાતા તોફાન માં સવાર ત્રણ કર્મચારીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બીજા બનાવ માં પાનોલી નેશનલ હાઇવે નંબર 48 પર બાકરોલ ઓવરબ્રિજ પાસે ડમ્પર ટ્રક ચાલકે આગળ ચાલતી કાર ને ગફલત ભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા કાર આડી થઇ જવા સાથે આગળ સુધી ઢસડી લાવ્યો હતો. જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે કાર ચાલક એ ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ પાનોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધવાની તજવીજ શરુ કરી હતી.