તાપી: તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 60 વર્ષનો એક દુકાનદાર સાત વર્ષની માસૂમને પેપ્સીની લાલચ આપી પહેલા માળે લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, બાળકી રડતી રડતી ઘરે પહોંચતાં આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે.

60 વર્ષના વૃદ્ધે સાત વર્ષની માસૂમને પીંખી Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટના નિઝર તાલુકાના એક ગામમાં તારીખ 09/04/2025ના રોજ સાંજે બની હતી. જ્યાં બાળકી કંઈક ખરીદવા માટે દુકાનમાં ગઈ હતી. જે દરમિયાન દુકાન ચલાવતા 60 વર્ષીય આરોપી દશરથ પાડવીએ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી. જે માટે તે બાળકીને પોતાના ઘરના પહેલા માળે લઈ ગયો હતો. જ્યાં તેણે માસૂમ બાળકી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.

પેપ્સીની લાલચ આપી બાળકી પર દુષ્કર્મ જે બાદ બાળકી ગભરાઇ ગઇ હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી. જેથી બાળકીની માતાને કંઇક અજુકતું થયું હોવાની આશંકા ગઇ હતી. તેણે આ અંગે બાળકીને શાંતિથી પૂછતાં બાળકીએ આખી ઘટના જણાવી હતી.ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ જેથી પરિવારજનોએ તરત જ નિઝર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતાં ત્વરિત કાર્યવાહી કરી, આરોપી દશરથ પાડવીની ધરપકડ કરી લીધી છે.

હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.બાળકી રડતી રડતી ઘરે પહોંચતાં ભાંડો ફૂટ્યો નિઝર ડિવિઝનના ડી.વાય.એસ.પી. ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના નિઝર તાલુકાની આ ઘટના છે. ગતરોજ 07 વર્ષ અને 09 માસની માસૂમ બાળકી કોઈક વસ્તુ લેવા માટે દુકાનમાં ગઈ હતી. ત્યારે દુકાનદારે પેપ્સી આપવાની લાલચ આપી બાળકીને પોતના ઘરના પહેલા માળે લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇ ભોગ બનનાર બાળકીની માતાએ દુષ્કર્મ આચરનાર સામે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. નિઝર પોલીસે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here