ધરમપુર: વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ CET ની પરીક્ષામાં ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ધોરણ 5 ના કુલ 16 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી વિદ્યામંદિરનું ગૌરવ અપાવ્યું છે.
Decision news ને મળેલી માહિતી મુજબ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ CET ની પરીક્ષામાં ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ધોરણ 5 ના કુલ 16 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી પોતાની પ્રતિભા બતાવી વિદ્યામંદિરનું ગૌરવ વધાર્યું છે.
આ સાથે જ ક્રિશીવ કિરણભાઈ શાહરે નામના વિદ્યાર્થીએ પણ 87 ગુણ સાથે ધરમપુર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે ધર્મપુરના શેરીમાળ ગામના વિદ્યામંદિર પરિવાર બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી એમાંના શિક્ષણક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.

