વ્યારા: વ્યારા તાલુકાના ડુંગર ગામ નજીક મોટર સાયકલ પસાર થતાં સુરતના રત્નકલાકારની મોટરસાયકલ સ્લીપ થઈ જતા માથા તેમાં શરીરના ભાગે ગંભીર પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોતની નીપજ્યું હતું. સુરત શહેરના વરાછા ખાતે રહેતા રસિકભાઈ રવિભાઈ સાવલિયા ઉંમર 61 જેવો રત્ન કલાકાર તરીકે વ્યવસાય કરે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર તેઓના બીજા લગ્ન તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટા ગામની ભાવનાબેન સાથે થયા હતા. ભાવનાબેનનું વરસ 2022માં અવસાન થયું હતું. ભાવનાબેનની એક દીકરી વ્યારાના સીંગી ફળિયામાં રહે છે. જેમને મળવા માટે રસિકભાઈ પોતાની મોટરસાયકલ લઈને વ્યારા ખાતે આવ્યા હતા.
રાત્રે 8:00 કલાકે તેઓ ઘાટા ગામની સીમમાંથી સુરત ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ડુંગર ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતા તેમને માથાના ભાગે તેમાં શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.











