વાપી: વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત અમૃત 1.0 યોજના હેઠળ પેડેસ્ટ્રિયન અંડરપાસ (સબવે)નું લોકાર્પણ 23 માર્ચ 2025ના રોજ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ અને જિલ્લા મેજિસ્ટ્રેટ એન કલેક્ટર નૈમેષ દવેએ પણ હાજરી આપી હતી. પેડેસ્ટ્રિયનમાં લોકો માટે લાઇટ અને ચઢવા ઉતરવા સીડી સાથે રેલિંગની સુવિધા અપાઇ છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ કોઇ સુવિધા મળી નથી. જો આ સબવેમાં કોઇ બનાવ બને તો આવા સંજોગોમાં નાગરિકની સુરક્ષા માટે કોઇ સુવિધા નથી. જૂના ફાટક અને ઝંડાચોક તરફના દુકાનદારો જણાવે છે કે, દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે અંદરથી જોરજોરમાં ક્યારે રડવાનું અવાજ આવે છે તો ક્યારે એવું લાગે છે કે, અંદર મારામારી થઇ રહી છે.
પરંતુ ત્યાં દોડીને જઇએ તો ઘણા અસામાજીક તત્વો ત્યાં અડ્ડો બનાવીને બેઠેલા હોય મજાક કરતા નજરે પડે છે. જેના કારણે ક્યારેય ખરેખર કોઇ અનિચ્છનીય બનાવ બને તો પણ કોઇ ત્યાં જશે નહીં. કેમેરા ખૂબ જ જરૂરી આટલા રૂપિયા ખર્ચીને સબવે તો બનાવી દીધા પણ તેની સાથે સુરક્ષા માટે અંદર સીસીટીવી કેમેરાની પણ ખૂબ જ જરૂર છે. અસામાજીક તત્વો આ સ્થળ પર ન આવે તે માટે પોલીસની જરૂરિયાત વધી છે.

