ડાંગ: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં બે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે. મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વી.એન. માવાણીએ આ અંગેની માહિતી આપી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ રદ થયેલી મંડળીઓમાં મહિલા સંચાલિત ભૂજાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ (નોંધણી નંબર 44796) અને મહિલા બોડારમાળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ (નોંધણી નંબર 37988)નો સમાવેશ થાય છે.
આ બંને મંડળીઓને ફડચામાં લઈ જવાનો અંતિમ હુકમ કરવામાં આવ્યો હતો. ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનું કામ પૂર્ણ થયા બાદ મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે. સંબંધિત વ્યક્તિઓને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

