ભરૂચ: ભરૂચ જિલ્લામાં હાલમાં ગરમી 44 તાપમાનમાં બે અલગ અલગ ઘટનાઓમાં મુન્શી સ્કૂલ ભરૂચ પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને – ભરૂચના સિદ્ધનાથ નગરમાં રહેતા હેમંત યાદવ નામના વ્યક્તિની નવી જ tata curve આગ લાગતાં પલક વારમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. આમ ભરૂચમાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે પાછલા બે દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં 3 ગાડી સળગવાના બનાવ બનવા પામ્યા હતા.

ત્યારે ગતરાત્રે ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એચ.પી પેટ્રોલ પંપ પાસે મોડી રાતે એક એક હાઇવા ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લગતા દોડ ધામ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ હાઇવા ટ્રકમાં અગમ્ય કારણોસર પાછળના ટાયરના ભાગે અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટનામાં ચાલક ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા ચાલકનો આબાદ બચવા થયો હતો પરંતુ ટ્રકને પાછળના ભાગે મોટું નુકશાન થયું હતું.કોઈ જાન હાની નહી સર્જતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.હાલ ઉનાળાની ગરમીમાં જિલ્લામાં વાહનોમાં  આગ લાગવાના બનાવો વધી રહ્યા છે જેથી વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે જેથી વાહન ચલોકો એ પણ તકેદારી રાખવાની જરૂર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here