નવસારી: નવસારીની અંબિકા નદીમાં ત્રણ મિત્રો નહાવા પડ્યા હતા જેમાંથી એક મિત્રનું ડૂબી જતા મોત થયું છે, ત્યારે ગરમીના સમયે ઠંડક મેળવવા માટે નદીમાં યુવાનો નહાવા પડયા હતા, તો ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયો છે અને પોલીસે અન્ય સાથી મિત્રોના નિવેદન લઈને વધુ તપાસ હાથધરી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારીની અંબિકા નદી ખૂબ મોટી નદી છે અને તેમાં પાણીનો પ્રવાહ અવિરત છે ત્યારે નદીમાં નહાવા માટે લોકો આવતા હોય છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે ચીખલીના સરૈયા ગામે ત્રણ મિત્રો નાહવા પડયા હતા જેમાંથી એક મિત્રનું મોત થયું છે, સુરતથી ત્રણ મિત્રો અંબિકા નદીમાં નહાવા માટે આવ્યા હતા અને આ ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા, ત્યારે બીલીમોરા ફાયર ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે અને પીએમ માટે મોકલી આપ્યો છે.
સરૈયા ગામે અંબિકા નદીના ચેકડેમમાં નાહવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છે, ત્યારે મૃતદેહનું પીએમ થઈ જાય ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે તો સુરતથી ત્રણ મિત્રો મોપેડ ઉપર આવ્યા હતા ફરવા માટે અને આ ઘટના બની હતી, એક મિત્ર નદીમાં અંદર સુધી ગયો હતો અને પાણીનો પ્રવાહ વધતા તે ઉંડો ડૂબી ગયો હતો, સ્થાનિક લોકો તેમજ બીલીમોરા ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળ્યો હતો ઉનાળાના સમયમાં આવી રીતે નદીમાં જોખમી રીતે નહાશો તો તમારો પણ જીવ જઈ શકે છે, માટે નદી અથવા ચેકડેમમાં નાહવાનું ટાળવું જોઈએ.

