નાનાપોંઢા: ગુજરાતનું ચેરાપુજી ગણાતા કપરાડાની પાર નદી પર ચેકડેમની કામગીરી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન 130 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે તેમ છતાં નદી પર ચેકડેમના અભાવે પાણી સીધું દરિયામાં વહી જતું હતું સદર પાણીનો કોઈ ઉપયોગમાંલઈ શકાતું ન હોય.
Decision News ને મળેલી માહિતી અનુસાર જેથી કપરાડાના ખરેડી ગામેથી પસાર થતી પાર નદી પર 17 ફેબ્રુઆરીના રોજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.જેનું કામ આજે પૂર્ણતાને આરે છે ત્યારે કપરાડા તાલુકાના તેમજ ધરમપુર તાલુકાના ખેડૂતોને પણ આ ચેકડેમના પાણીનો લાભ મળશે.
જેના કારણે બંને તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાથે ઇજારદાર મેસર્સ હરસિદ્ધિ બિલ્ડર્સ દ્વારા અહીંની પરિસ્થિતિનો તાગ મેળવી પાર નદી અને ખરેડીથી પસાર થતી લોકલ ખનકીના સંગમ સ્થાન પાસે ઝડપભેર ગુણવતા યુક્ત કામગીરી કરી 250 મીટર લંબાઈ ધરાવતા ચેકડેમનું કામ ખુબજ ટૂંકા ગાળામાં બાંધકામ તૈયાર કરતા અહીંના ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

