ભરુચ: ગતરોજ ભરૂચના મકતમપૂર ,પોસ્ટ ઓફિસવાળુ ફળિયામાં રહેતા પ્રથમ કુમાર રાજેશભાઈ વસાવાએ રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપ પંજાબના લુધિયાણા ખાતે 29/03/2025 થી તા.02/04/2025 ના રોજ યોજેયલ ટુર્નામેન્ટ માટે પસંદગી થઈ હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાંથી ૭ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પંજાબના લુધિયાણા ખાતે યોજાયેલ રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપ માં ભરુચના મકતમપુરના પ્રથમ કુમાર રાજેશભાઈ વસાવા કે જેઓ Intellectual Disability ધરાવે છે અને પ્રથમ વસાવા કે.જી.એમ. હાઈસ્કૂલ ઝાડેશ્વર ભરુચ ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો
પ્રથમ વસાવાએ પંજાબના લુધિયાણા ખાતે યોજાયેલ રોલર સ્કેટીંગ નેશનલ ચેમ્પિયનશીપ માં 100 x 2 મીટર રીલે રોલર સ્કેટીંગમાં 1 ગોલ્ડ મેડલ, 300 મીટર રન સ્કેટીંગમાં 1 બ્રોન્ઝ મેડલ અને 100 મીટર રન સ્કેટીંગમાં 1 બ્રોન્ઝ મેડલ સહિત મેડમ મેળવી ભરુચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધારી ગૌરવાન્વિત કર્યા છે.

