ડીસા: ગત મંગળવારે ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો જેમાં અનેક મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા અને ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા. આ ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગી અને આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત થયા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ ઘટનાની તપાસમાં ભાજપ પક્ષનું નામ આવી ગયું છે કેમ કે તપાસમાં..
ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે આ ફેક્ટરીનો માલિક દીપક સિંધી ભાજપનો હોદ્દેદાર હોવાનું બહાર આવ્યું છે. આ કારણે જ છેલ્લાં 18 વર્ષથી ડીસા જીઆઈડીસીમાં તેની ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હોવા છતાં પોલીસ દ્વારા કે અન્ય સત્તાવાળાઓ દ્વારા કશું કરાયું નહોતું.
દીપક સિંધી ઉર્ફે દીપક મોહનાની ઉર્ફે દીપક મુલાણી ડીસા શહેર યુવા ભાજપમાં મંત્રી છે અને ભૂતકાળમાં તે ઉપપ્રમુખ હતો. ડીસામાં ભાજપના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપતા દીપકને ભાજપના નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવતો હોવાનું લોકો કહી રહ્યા છે.

