વલસાડ: વલસાડમાં હાજી માર્કેટ સામે શનિવારે 30 વર્ષ પૂરાણી 8 માળની બહુમાળી જિલ્લા સેવાસદન-2ની જૂની કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્લેબમાં ભંગાણ પડતાં ભારે દોડભાગ મચી ગઇ હતી. બિલ્ડિંગના સ્લેબના પોપડા ખરી પડતાં અરજદારો સહિત આસપાસના લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઇ હતી.
Decision News ને માહિતી આપતા લોકો જણાવે છે કે સવારે 10.30ના સુમારે જિલ્લા સેવા સદન-2ના ફ્લોર પાર્કિંગમાં એક અરજદારે કાર પાર્ક કરી હતી. તે સમયે બિલ્ડિંગના ઉપરના ભાગના સ્લેબમાં ગાબડું પડતાં અચાનક કોંક્રિટના પોપડાં ખરી પડી કાર ઉપર ખંખેરાઇ પડ્યા જેને લઇ આસપાસના લોકોમાં દોડધામ થઇ ગઇ હતી. ત્યારે વલસાડમા જિલ્લા સેવાસદન-2 ના સ્લેબમાં ભંગાણ હતા. જિલ્લા સેવા સદન-2ની બિલ્ડિંગનું પણ રિનોવેશન જરૂરી બન્યું છે.
પ્રથમ બહુમાળી કલેટકટ કચેરી જિ.પં.ની બાજૂમાં આવી હતી, જે ભયજનક થઇ જતાં કચેરીઓ શિફ્ટ કરવામાં આવી હતી. નીચે ગ્રાઉન્ડ ફલોર પર ટ્રેઝરીઅને પ્રથમ માળે લેબર કોર્ટ હજી ચાલુ છે. મોટા ભાગે બધી કચેરીઓ ખસેડી લેવામાં આવી છે. આ બિલ્ડિંગને ભયજનક જાહેર કરી પ્રતિબંધિત કર્યાના બેનર જોવા મળી રહ્યા છે.

