કપરાડા: કપરાડાના તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં યુનિટ ટેસ્ટ ચેમ્પિયનનું ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે બી.આર.સી. સંજયભાઈ બી. મકવાણાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ધોરણ 6 થી 8 ના ગણિત- વિજ્ઞાન વિષયમાં સમગ્ર વર્ષ દરમિયાન યુનિટ ટેસ્ટમાં વધુ ગુણ પ્રાપ્ત કરેલ બાળકોને યુનિટ ટેસ્ટ ચેમ્પિયન ના પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક ભાવિકકુમાર બી. પટેલ તથા હિરેનકુમાર કે. પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
શાળામાં સરાહનીયા કાર્યક્રમ યોજવા બદલ શાળાના આચાર્યશ્રી ધવળુભાઇ એલ. કામળી તથા SMC પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા.કાર્યક્રમના અંતે બી.આર.સી. સંજયભાઈ બી. મકવાણા તરફથી ધોરણ 8 ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.

