સુરત: કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ ની સ્થાપના 1975 માં થઈ હતી અને 2025 માં 50 વર્ષ પૂર્ણ થતા 50 વર્ષની ગોલ્ડન જુબેલી વર્ષની શાનદાર ઉજવણી અને સમારોહ સરદાર બેન્કવેટ હોલ આણંદ ખાતે યોજાયો.
આ કાર્યક્રમમાં આશીર્વચન માટે સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામ નાર, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર આદિવાસી વિકાસ , શિક્ષણ મંત્રી તથા નાયબ દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આણંદ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ સોજીત્રા, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પેટલાદ,તત્વચિંતક લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સાંઘાણી, વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંત અને આર્કિટેક મયંક રાવલ, ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ, અશોકભાઈ ખાંટ, કેળવણી મંડળ તારાપુરના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, કલા શિક્ષક સંઘના આધ્ય સ્થાપક અરવિંદભાઈ વાકાણી, નિવૃત્ત માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ફરેશન દલપતભાઈ પઢીયાર, સૌમ્ય દેવ હજરા આસિસ્ટન્ટ ડાયરેક્ટ માર્કેટિંગ, કર્ણાવતી યુનિવર્સિટી પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી, આણંદ જિલ્લા શિક્ષણઅધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી, ચિત્રકાર કલેંદુ મહેતા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યકલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનોનું શાબ્દિક પરિચય આપ્યો હતો.શુકદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસ રુચિના વિષયમાં આગળ આવે અને માતા પિતા તેનું ધ્યાન રાખે તો વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે છે તેમ જણાવ્યું હતું. નાયબ દંડક રમણભાઈ સોલંકી એ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોને ઉપસ્થિત રહેવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અને ચિત્રકલા નું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના બે ત્રણ પ્રશ્નો છે તેને ઉકેલની દિશામાં વિચારશે અને આગળ રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લામાંથી વધુ વિદ્યાર્થીઓ ને ભાગ લેવડાવવા તથા કલા તથા સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ કેસલી ગામ તથા સુરતના એક્સપરિમેન્ટલ સ્કૂલના સંગીત/ચિત્ર શિક્ષક શ્રી અજયકુમાર એચ પટેલને વિશિષ્ટ શિક્ષક તરીકે પસંદગી કરી કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર તથા કર્ણાવટી યુનિવર્સિટીના પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવીના હસ્તે એવોર્ડ,સર્ટિફિકેટ,મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તથા શાળાના વિદ્યાર્થી દવે રુદ્ર ભાવેશભાઈ ને દ્રશ્ય ચિત્ર કલાકાર નો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ શિક્ષક સન્માન મેળવવા બદલ શાળાના આચાર્ય શ્રી કિશોરકુમાર જાની અને શાળા પરિવારે તથા કેસલી ગામ પરિવાર એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

