વાંસદા: વાંસદા તાલુકાના કપડવંજ ગામમાં 18 વર્ષીય છોકરીએ અગમ્ય કારણોસર આંબાના વૃક્ષ સાથે ઓઢણી વડે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર વાંસદા તાલુકાના કપડવંજ ગામના ઉપલા ફળિયામાં રહેતી સાયત્રીબેન લડકુભાઈ પવાર 5 એપ્રિલના રોજ સવારે કોઈ અગમ્ય કારણોસર ઇંટ માલિક સોમાભાઈ અબ્દુભાઈ ગાંવિતના ખેતરમાં આંબાના વૃક્ષની ડાળી સાથે ઓઢણી બાંધીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મૃતકની પિતા લડકુભાઈ પવારે વાંસદા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કરી રહ્યાં છે.

વાંસદાની 18 વર્ષીય યુવતી કયા કારણસર આપઘાત કર્યો તે બાબતે વાંસદા પોલીસ દ્વારા તેમના કુટુંબીજનો અને તેણી જ્યાં કામ કરતી હતી તેઓના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી આપઘાતનું સાચુ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે.